બળ અને સંપર્કબળ ની વ્યાખ્યા આપો . ક્ષેત્રબળના ઉદાહરણ લખો.
ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?
નીચેના દરેક કિસ્સામાં $0.1 \,kg$ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો :
$(a)$ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(b)$ $36 \,km/h$ ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(c)$ $1\; m s^{-2}$થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(d)$ $1\; m s^{-2}$ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો.
$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
$5\,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગબેલેન્સ સાથે જોડેલ છે તો સ્પ્રિંગ બેલેન્સ પર લાગતું બળ($N$ માં) કેટલું હશે?
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?